Sunday, October 9, 2011

બગડવું કોને કેહવાય.... હજી તને ક્યાં ખબર છે..!

બગડવું કોને કેહવાય હજી તમે ક્યાં ખબર છે,

હસવું કોને કેહવાય હજી તને ક્યાં ખબર છે,

ભાગવા દુપટ્ટા પાચળ ભાગનારા,

મર્મ કેસરી કોને કેહવાય હજી તને ક્યાં ખબર છે..


સુખનો દરિયો જોઈ, મન-ઓ-મન તું મલકાય,

હાય, દુખના દહ્ડા આવે જો, જીવ તારો કપાય,

જોઈ બીજા ની ડૂબતી નાવડી, તું ઘણું હરખાય,

ગેહરાઈ કોને કેહવાય હજી તને ક્યાં ખબર છે..


તારા તો માથા એ કાળા,

ને તારા લખેલા અક્ષરો એ કાળા,

મધરાત્રી એ જ્હુમતી તાવએફ ના ચરિત્ર પર ટીપ્પણી કરનારા,

લાચારી કોને કેહવાય હજી તને ક્યાં ખબર છે..


દુનિયા ના ઘોંઘાટ માં અવાજ રે તારો દબાય,

પરંતુ ઘરની સ્ત્રી ઓ પર તારો પુરુષાર્થ ૧૦૦% દેખાય,

પોતાને ભાયડો સમજવાની ગલાત્ફેમી માં જીવનારા ,

જીવનસાથી કોને કેહવાય હજી તને ક્યાં ખબર છે..


ડંફાસ હક્વામાં તો તને પેહલો નંબર લીધો,

ડાહપણ નો રેલો તે આખા સમાજ ને દીધો,

થાય કોપાયમાન એ દંભી મોઢા જો,

ઝમીર વેચી, તેની હવસ સંતોષનારા,

ખુમારી કોને કેહવાય હજી તને ક્યાં ખબર છે..


બગડવું કોને કેહવાય હજી તને ક્યાં ખબર છે,

હસવું કોને કેહવાય હજી તને ક્યાં ખબર છે..

No comments:

Post a Comment

Children also do read it...